આટલો કૈં ભાર ના આપો મને.
વાતમાં આધાર ના આપો મને.
સૂર્યને આભે ચળકતો જોઈને,
તેજનો વિસ્તાર ના આપો મને.
બાથ ભીડી છે દશા પલટાવવા,
આજ તો પડકાર ના આપો મને.
હું સફળતાને સહજ પામી લઈશ,
દૈવના ઉપચાર ના આપો મને.
હોય જે મા- બાપમાં વસતો સતત,
એ પ્રભો અવતાર ના આપો મને.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.