ન જળવાય સ્વમાન ત્યાં રહેવું નકામું.
બહેરા કાને આપણે કશું કહેવું નકામું.
નથી જરુરી કે દરેક વાતથી જ સમજે,
કદર ન હોય આપણી ત્યાં સહેવું નકામું.
કોણે કીધું સત્ય સહજ સ્વીકારાય જાય,
અહમી વ્યક્તિની સામે વળી વદવું નકામું.
ઝાઝા શિષ્ટાચારને દુનિયા નથી સમજતી,
ઉધ્ધત આગળ વારંવાર એવું કરવું નકામું.
ન હોય પાત્રતાને પદ મળી જાય સંજોગે,
એના વહેણમાં આપણે કદી વહેવું નકામું .
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર