Gujarati Quote in Thought by Harshad Kariyani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદગુરુ

અંધકાર શું? સંસ્કાર શું?
સાન શું? જ્ઞાન શું?
માયા શું? જીર્ણ થનારી કાયા શું?
પવિત્ર શું? ચરિત્ર શું?
અર્પણ શું ? સમર્પણ શું?
ભેદ શું? અભેદ શું?
સહનશીલતા શું ? અનુકંપા શું ?
નિર્ભયતા શું ? એકલતા શું ?
વાણી શું ? સરવાણી શું ?
સુક્ષ્મ શું ? સ્થૂળ શું?
અવસ્થા શું ? ચેતના શું ???

ઉપરની બધી જ મુંજવનોને, અંધકારમય ગેરસમજણો ને સમજણમાં ફેરવી દેતા દિવ્ય આત્મા એટલે...... "ગુરુ"

સ્થૂળ થી લઇ આત્મા સુધીનો પ્રસંગ એટલે ...."ગુરુ"

ગુરુ એ પારસમણી છે, ગુરુ એ તેજ છે....

ગુરુ એ આકારીત અને સાકરીત રૂપમાં ઈશ્વરીય સ્વરૂપ છે....

ગુરુ એ વાસનાયુકત જીવનમાંથી વાસાનામુકત જીવન સુધી લઈ જનાર સાથ છે...

જે માત્ર માર્ગદર્શન નહિ પણ મુક્તિ સુધીનો માર્ગ ખોજી આપે તે.... "ગુરુ"

માર્ગમાં નડતી અડચણોને નજર સાપેક્ષ કરાવે એટલું જ નહિ, માર્ગમાં આવતી અડચણોને સ્વયં દૂર કરી મુક્તિ સુધીના માર્ગને ખીલી ઉઠાવે તે "ગુરુ" છે.........

સ્થૂળ શરીરને આત્માના દર્શન કરાવનાર પરમાત્મા એટલે....." ગુરુ"

પરોપકારીના પદનું બિરુદ મેળવનાર પારસમણી એટલે ......"ગુરુ"

ભરોસાનું બીજું નામ એટલે..."ગુરુ"

જેના ચરણની રજ પણ શિષ્યના ચિતને ચેન પહોંચાડે , મનની માયાને માળે પહોંચાડે, મેળવી લેવાની અનન્ય ઇચ્છાશક્તિ ને થાળે પહોંચાડે એટલી પવિત્ર અને મહામુડી અમૂલ્ય ચીજ છે...

અને છેલ્લે ટૂંકમાં લખું તો.....

બ્રહ્મ , બ્રહ્મા અને બ્રહ્માંડ પણ જેની સમજૂતી ના આપી શકે તે....."ગુરુ"
લિ.
Harshad kariyani

Gujarati Thought by Harshad Kariyani : 111288793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now