Gujarati Quote in Thought by Ravi Lakhtariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરસ મારા મતે પ્રશ્નો તો એવા હોવા જોઈએ જે આપણા જીવનને ચારિત્ર્ય વાન બનાવી શકે.... પૈસાદાર કેમ હોવુ એ જરૂરી નથી પણ ચારિત્ર્ય વાન કેમ હોવુ તે જરૂરી છે....

કારણ કે આજનો સમાજ ફિલ્મો પાછળ એટલું આંધળું અનુકરણ કરે છે....

હું એક પ્રશ્ન પુંછું

કે અક્ષય કુમારનુ એક રુસ્તમ ફિલ્મ આવ્યું.... અને આ ફિલ્મ બન્યું ઓકે સારુ છે...પણ આ‌ ફિલ્મ શું રજૂ કર્યું...

એક સ્ત્રી એ પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો.... ફિલ્મ તેના પર જ હતું..પણ ફિલ્મ ને દેશ ભક્તિ તરફ વાળ્યું...


અને આજનો સમાજ live in relation, ફાવે ત્યાં સુધી સાથે રહે અને ન ગમે તો પછી તુ કોણ ને હું કોણ?
પ્રેમ છે જ નહીં....

એટલે આજે આ સમાજ વેશ્ય બનતો જાય છે... ગમે તેની સાથે રખડવું... એક યુવાન સ્ત્રી પરણિત પુરૂષ સાથે રખડે છે... શું આ સમાજ...પાછો ખ્યાલ હોવા છતાં અને કહીએ તો શું બોલે... અમારી વચ્ચે એવું કાઇ નથી... અમારા મનમાં એવું કાઇ નથી....

હજુ થોડા દિવસ પહેલા કંપની ની અંદર એક નવી છોકરી એ જોઇન કર્યું....
અને બે છોકરાઓએ ત્રીજા છોકરાને કહ્યું આ અમારા માટે રહેવા દેજે....

મને આ શબ્દો સંભળાતા તો એમ થયુ કે કોઇએ મારા કપડા ઉતારી લીધા હોય.... અને એમ ‌કે આવા વ્યક્તિ ઓ સાથે હુ બેસુ છું....

કેમ કોઇ ખાવાની વસ્તુ રાખવાની હોય તેવી રીતે વાત હતી...


પ્રેમ એટલે શું? તેની સાચી વ્યાખ્યા રજૂ કરવી જોવે...
ચારિત્ર્ય વાન કેમ બનવું તે?
સ્ત્રી પુરુષ મર્યાદા?

ભલે હુ ૨૧ મી સદીમાં જન્મ્યો છું...પણ જ્યારે આ જોવુ છું ત્યારે મને એમ જ થાય છે કે આના કરતાં મરી જવું સારું....

અને આપણા લોકોનો એક ખરાબ આદત હોય ને તો કે આપડે આમાં શું કરી શકીએ?


યાદ રાખો... વિચારોનું સજૅન અને તેનુ કાયૅમા પરિવર્તિત થવું એક ના હાથમાં જ છે અને તેનો અંત પણ....

ગાંધીજી એક જ વ્યક્તિ હતા જેને અહિંસા શરુ કરી હતી.... એટલે શરુઆત અને અંતનો આરંભ એક થી જ થતો હોય છે....

રવિ લખતરિયા

Gujarati Thought by Ravi Lakhtariya : 111288030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now