For Iranshah's Birthday
જુગ જુગ જીવજો, ઓ અહુરા પુત્ર મહાન
અને રોશન કરજો આં દુઃખમાં ડૂબેલું સારું જેહાન.
આજના સમય માં અહરેમાને વર્તાવ્યો છે કેહેર કાળો ;
છે કોમ ગેહરી મુસીબતમાં, તમે એને સંભાળો
રૂહાની તાકત છે તમારી મહાન; આં તાકત અજમાવો.
આં કઠણ સમયમાં કરવા મદદ જલ્દી પધારો, આવો.
ભૂલી રહ્યાં છીએ અમે વડવાઓ ની શિખામણ
એટલેજ ફેલાવી રહ્યો છે જેહરિલા નાગ એમના ભયંકર ફણ
કરો દોરવણી કોમની, રાખો અમને પનાહ્માં તમારી
સાંભળો અમારો પુકાર, અમારી દર્દ ભરી આહ ;
આવીને કરો દોરવણી કોમની ઓ શાહો ના શાહ, ઇરાનશાહ.
Armin Dutia Motashaw