તુ નથી તો હું પણ નથી,
તું ના હોય તો વક્ત બેવકત લાગે,
જ્યાં તું હોય ત્યાં વક્ત સુહામનો લાગે,
તું ના બોલે તો કાનો માં સમય ના પડઘા વાગે,
તું બોલે તો કાન માં ઋણ ઝુણ ઘંટડીઓ બજે
તારી નજર ના મલે તો દુનિયા ધૂંધળી લાગે,
તારી નજર માં જોવું તો દુનિયા રંગીન લાગે,
તારા સ્પર્શ વગર તો શરીર માં અગન જ્વાળા ઝરે.
તારો સ્પર્શ મળે તો રોમ રોમમાં થી ફૂલડાં ઝરે
તારી સંગત મને જીવાડે છે શ્વાસ બની,
નહિ તો મને આ જિંદગી મને દોજખ લાગે.
બસ તું નથી તો હું પણ નથી.
Jina ❤️