ભાગ:1 "દોસ્તી" ****** બાર સાયન્સની પરીક્ષા આપ્યા બાદ "આયને" મેંગલોર માં સાયન્સ યુનિવર્સિટી માં એડમિશન લીધું હતું. ત્રેવીસ વર્ષનો આયન ભણવામાં ખુબ હોંશિયાર. દેખાવ માં પણ હેન્ડસમ .... થોડો સ્ટાઈલિશ પણ ખરો...પડછંદ બોડી... ઉંચાઈ પણ પોણા છ ફૂટની.. આયન ખુબ વિશાળ દિલનો..ઉદાર...અરે !..મળતાવડો પણ એટલો જ.....એટલે જ બધા ના દિલમાં રાજ કરે. એડમિશન લીધા પછી આયન મેંગલોર આવ્યો.મમ્મી જશોદા બેન અને પપ્પા રમણીકભાઈ સાથે....પહેલીવાર ઘર છોડયું હતું. એટલે ર્નવશ પણ ખુબ હતો...પણ મમ્મી પપ્પા ને જોઈને એ ચહેરા પર બતાવતો નહીં....મમ્મી ખુબ વહાલી હતી... મને જોઈને મમ્મી પણ દુઃખી થશે.. અને ખુબ રડશે , પાછું મને મુકીને એને તો પાછુ અમદાવાદ જવાનું છે...એ મારા વગર નહીં રહી શકે એમ વિચારી ને...જ.....! એ.....નફિકરાની જેમ.... ટટ્ટાર ડોકી...ને.. પાછળ હાથ રાખી ને વિશ્રામ અવસ્થામાં પગ રાખી ને કોલેજ ના કેમ્પસ માં મમ્મી પપ્પા સાથે ઉભો હતો. હાઈટ બોડીને લીધે કોલેજ નો દાદો હોય એવું લાગતું હતું. એમાં પાછી સ્ટીલની ફ્રેમના ચશ્મા...અને પોતાનો અંદાજ... પછી કહેવાનું જ શું... ! કેમ્પસ ની બહાર ઉભેલા લુખ્ખા અને દાદાગીરી કરતાં સિનિયર વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી "આમીન' ની નજર આયન પર પડી...અને વિચારવા લાગ્યો... બહુ ફાંકો લાગે છે... તેને ફાંકો ઉતારવો પડશે. પછી બાજુ માં ઉભેલા એના સાથીદાર દોસ્ત ને કહ્યું : "ઓય.....રાજલા..જરા જા તો...પેલાની જોડે... અને ખખડાવીને સીધો ઉભો રહે એમ કહે.... મારા હારા ને બહુ ચરબી છે , ઉતારવી પડશે" એમ કહીને બબડવા લાગ્યો. અને એનો સાથીદાર રાજલો...આયન પાસે આવ્યો, ને આયનને એક ખૂણામાં લઈ જઈ કહેવા લાગ્યો..... "ઓયેએએએએ...બેએએએ..આ કોલેજ નો દાદો થઈ ગયો છે તું તે આમ ઉભો છે....ડોકી નીચી કર..સીધો ઉભો રહે...હાથ પાછળ થી આગળ લઈ ...ને.....ચલ...આ...કોલર તારા નીચા કર....અહીંયા આ બધું નહીં ચાલે..સમજ્યો.... ચલ....સીધો ઉભો રહે". પછી ધીમે રહીને કહ્યું... "જો સામે પેલો લાલશર્ટ વાળો અને ગળામાં પીળો રૂમાલ બાંધ્યો છે ને તે.... અને તેની આજુબાજુ જે બધા ઉભા છેને....એ બધા સિનિયર સ્ટુડન્ટો છે". "જો એમની નજર માં આવી જઈશને તો ચાર વર્ષ અહીંયા કાઢવા મુશ્કેલ થઈ જશે...સમજ્યો..મારું કહ્યું માનજે"..... "એ જે કહે ને તે કરવાનું...! એ...કંઈ પણ બોલે....તો પણ દલીલ નહીં કરવાની....ચુપચાપ આગળ હાથ જોડીને ઉભા રહેવાનું"........ આટલું બોલી આમીન નો સાથીદાર જતો રહ્યો.પણ આયન ના મનમાં એક બીકની છાપ ઉભી કરી ને ગયો. આયન કંઈ બોલ્યો નહીં.. પણ બહુ ગભરાઈ ગયો હતો. જે એના ચહેરા પર સાફ દેખાતું હતું...આયન ના મમ્મી જશોદાબેન થી પણ આ વાત ના છૂપી રહી શકી... એ પણ ચિંતા કરવા લાગ્યા.મિટિંગ પુરી થયા બાદ આયન અને તેના મમ્મી પપ્પા પોતાના રૂમ પર આવ્યા...! આયન ની મમ્મી ખુબ ચિંતિત હતા.આયન પણ હોટલ ની ગેલરીમાં ચિંતાગ્રસ્ત ઉભો હતો, જશોદાબેન ગેલેરી માં આવી ઉભા રહ્યાં અને આયન ને કહેવા લાગ્યા.... "જો આયન હજી પણ તક છે તારે અહીંયા ના ભણવું હોય તો ગુજરાત માં કોઈ સારી કોલેજ માં એડમિશન લઈ લઇશું... તું ચિંતા ના કર..કોઈપણ કોલેજ માં તને એડમિશન મળી જશે. પણ આપણે અહીં નથી ભણવું". એટલે આયન થોડો ગુસ્સામાં અને ચિંતા મિશ્રિત સ્વરમાં બોલ્યો... "મમ્મી હવે તું મારા મનને ડગાવ નહીં, ગમે તેવી મુશ્કેલી પડશે...પણ હવે ગ્રેજ્યુએશન પુરૂં કરીને જ ગુજરાત પાછો ફરીશ"...... આયન મકકમતાથી બોલ્યો. જશોદા બેન કંઈ જ ના બોલ્યાં ને ચૂપચાપ રૂમમાં આવતા રહ્યાં. (આયન શું કરશે..એનું શું થશે એ આગળના ભાગ માં) ક્રમશ: ****