આનંદ નું ઝરણું
==={{{{=}}}}====
આનંદ નું ઝરણું તમારી ભીતર છે, જરાક અંતર્મુખી થઈ, પ્રાકૃતિક સૌંદર્ય માં એ કલરવ કરતાં પ્રેમાળ સ્પંદનોના સંસ્પર્શ થી , હદયને ભાવ ઉન્માદ માં દ્રવિભૂત કરી ચૈતન્ય સ્વરૂપ ડુબકી મારી કૃતાર્થ થઈ જવું...એ જીવન નું પરમ લક્ષ્ય છે...
જેના સાનિધ્ય માં તરબોળ થઈ ભાવભીનું શબ્દોની માયાજાળ માં કવન બની જઈ ભાવનાત્મક અતિરેક માં શબ્દોની લહેરોમાં અભિવ્યક્ત થઇ જવાનું,,પરમ ચૈતન્ય બની જવાનું,
દ્રશ્ય દ્રષ્ટા અને દ્રષ્ટિ ની ત્રિપુટી ના ઐક્ય ની અનુભૂતિ માં
ભાવાતિત બની જવાનું છે.
સાક્ષી ભાવની તન્મયતા માં, નિર્લેપભાવે અનાસક્તિ માં કર્તવ્ય
નિષ્કામ ભાવે સંપન્ન કરવાનું છે, જ્ઞાતા , જ્ઞાન અને જ્ઞેયમાં
દ્રવીભૂત થઈ, પ્રત્યક્ષ અને પરોક્ષ ની પેલે પાર , અપરોક્ષ અનુભૂતિ માં, શબ્દ અને પ્રાણ નો લય કરી ઊન્મની ના ઉન્માદમાં બસ વહી જવાનું છે......
બસ,એજ અનંત અનુરાગ નું ઝરણું.....
પરમપ્રેમની પરાકાષ્ઠા ની અનુભૂતિ માં ગડાબૂડ રહેવું...
પારદર્શિતા , પરમ ચૈતન્ય ના રહસ્યમય ખજાનો પામી ને
અદ્વૈત ની અનુભૂતિ પામીને,,, દ્વેતભાવે પરમ પ્રકાશ ના પ્રવાહ થી શુદ્ધ ચૈતન્ય પ્રણવ સ્વરૂપ પામી ને સ્વર અને વ્યંજન માં
વૈખરી સ્વરૂપ ધરી વાચકો ના હ્દયમાં પ્રજ્વલિત પ્રેમલ જ્યોતિ માં પ્રકાશિત થઈ આનંદ સ્વરૂપે લહેરાઈને બધાને ચૈતન્ય મય
પ્રસાદ ના સદભાગી બનાવવા નું......
===ૐ આનંદ ૐ પ્રેમ ૐ શાંતિ ૐ દિવ્યતા ૐ====
====??=====??=====??====