માનવ જીવન ની શ્રેષ્ઠતા
================
માનવ પરમાત્મા નું સૌથી શ્રેષ્ઠ સર્જન છે.
કારણકે માનવજાત ને પુર્ણ સ્વતંત્રતા આપી છે.
કર્મ ની સ્વતંત્રતા , દેશ કાળ ને આધીન મર્યાદા માં, અને અધ્યાત્મિક દ્રષ્ટિ એ કર્મ અકર્મ અને વિકર્મ ની સમજ સાથે કર્મબીજ માં થી મુક્તિ મેળવવા માટે નિષ્કામ ભાવે, નિર્લેપભાવે અનાસક્ત રહી, કર્મ ( કર્મ ભક્તિ અને જ્ઞાન દ્વારા) દ્વારા સંસાર નીઉપલબ્ધિ ભૂક્તિ અને જીવ ભાવ માં થી મુક્તિ... જે માનવજાત ના જન્મ નું મુખ્ય કારણ છે..
પરંતુ બધાજ અનાસક્ત ભાવથી નિષ્કામ કર્મ કરી ના શકે
તેથી તેના સંસારિક ભાવથી ભોગવૃતિ માં જીવતા માનવો ને, ભગવાને જે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાનશક્તિ આપી છે તેના દ્વારા એ ભૌતિક સામાજિક આર્થિક વિકાસ કરી શકેતેવી કલ્પના શક્તિ અને બુદ્ધિ ભગવાને માનવ જાતને આપી છે.
પરંતુ સાચી રીતે , વ્યવહારિક અભિગમ થી જોઈએ, તો માનવજાતપશુ પંખી તથા દેવતાઓ અન્ય સ્થૂળ અને સૂક્ષ્મ જીવાણુ ઑ અને જગત સાથે સંકળાયેલા બધાંનું કલ્યાણ થાય એ ભાવનાથી જીવી જાય તો બધા આનંદ પુર્ણ જીવન જીવવાની જડીબુટ્ટી પામે..
આથી વિશેષ તો શું કહું ? માનવ જાત સ્થૂળ, સૂક્ષ્મ અને તેના થી ઉપર કારણ એટલે કે સૂક્ષ્મ થી પણ સુક્ષ્મ અતિન્દ્રિય પ્રદેશ ની અનુભૂતિ અને આદાન પ્રદાન કરી શકે છે. આ વિશેષ અધિકાર ફકત માનવ જાત પાસે છે.
માનવ પાસે ગજબ ની કલ્પના શક્તિ છે. એટલે જ તો માનવે
પૃથ્વી ઉપર, પૃથ્વી ના પેટાળમાં, અંતરિક્ષ માં, ગ્રહો પર અનેક
સંશોધકોએ શોધખોળ કરી વૈજ્ઞાનિક વિકાસ દ્વારા સુખ સગવડો ઉપલબ્ધ કરાવી છે. માણસને ઈશ્વરે ગજબની બુધ્ધિ
અને તર્ક શક્તિ આપી છે, તેના વડે આખી પૃથ્વી નો વિનાશ
થાય એવા અણું બોમ્બ અને જૈવિક શસ્રો બનાવ્યા છે.
પરંતુ માનવ જીવન માં કેટલા મહાપુરુષો થઇ ગયા છે,જેઓ
અતિન્દ્રિ અનુભૂતિ દ્વારા આત્મચેતના નું જ્ઞાન પામ્યા છે.
આમ, માનવ જીવન એ બધા એટલે પશું પંખી જીવજંતુ
વનસ્પતિ દેવ અને દાનવ કરતા ચડિયાતું છે , પરમાત્મા ની
શ્રેષ્ઠ કૃતિ છે
માટે, મિત્રો આપણે પરમાત્મા નો દિલથી ખુબ આભાર માનવો
જોઈએ. ૐ તત્ સત્..