મડી ભવ્યતા મુજને શહશા આજ
છેક અંદર સુધી થયો હું ખાખ
ફેલાવેલા દામન માં છે દોસ્ત મારા
બળેલા સપનાઓ ની રાખ
બળતો રહું ઉમરભર કે ઠરીને ઠીકરું થાઉં
ગોરમભાયેલી આગના ધૂમાડે
ઉડ્યા છે બે ખવાબ
પાંખોના સથવારા મળ્યા ત્યાં આકાશે દગો દીધો
કહી બેઠું ગુમાન માં કે તું ક્યાં કોઈ નવાબ !
ભૂલી બેઠો મુજને ઉડવાને ક્યાં ફરમાન છે
પાંજરે પુરાયેલા ને બસ ક્ષિતિજે જ અંજામ છે
-ગીતા એમ ખૂંટી