*લ્યો,વરસ વીતી ગયું*
*****""""*****"""""*****
સમયના અનુસંધાને,લ્યો વરસ વીતી ગયું
જીવન પુસ્તકના પાને,લ્યો વરસ વીતી ગયું
સુખ દુ:ખની પ્યાલીઓ,આવી ને પીવાઈ ગઈ
ખટમીઠી સમયની જબાને,લ્યો વરસ વીતી ગયું
કંઈક હાથથી વછૂટી ગયું,કંઈક નવું પામ્યાં
નવતર અનુભવના સુકાને,લ્યો વરસ વીતી ગયું
અપૂર્ણ ઈચ્છાઓની ચાહમાં,સમય સરતો ગયો
અનજાન દાવની દુકાને,લ્યો વરસ વીતી ગયું
કોઈ ખોવાઈ ગયું,કોઈ ફરી જડી ગયું
સેવેલ સમયના ભાન અભાને,લ્યો વરસ વીતી ગયું