આંખની પરખ
માણસની આંખ માણસના અંત:કરણનો તરત પડઘો પાડે છે.માણસના સુખદુ:ખ, આનંદ-ઉત્સાહ,આશા-નિરાશા,પ્રેમ-ધિત્કાર બધું જ આંખ બોલ્યા વિના જાહેર કરતી હોય છે.માણસ અનુભવી અને નિરક્ષર ન હોય તો સરળતાથી-વાંચી સમજી શકે છે.
માર્ક ટ્વેન સારા હાસ્ય લેખક, ચિંતક અને વક્તા હતા.એકવાર એમની મંડળી સાથે આનંદની ક્ષણોમાં બેઠા હતા, એવામાં એક અજ્ઞાત આવ્યો, એમની સામે બેઠો. એ સમજી ગયો કે આ વિદ્વાનોનું મંડળ છે.એણે કહ્યું”મારી એક આંખ નકલી છે.તરત એક ધનિક મિત્રએ જાહેરાત કરી કે જે મિત્ર પરીક્ષા કરીને કઇ આંખ નકલી છે તે કહી શકશે તેને એકસો પાઉન્ડનું ઈનામ હું આપીશ....
બે મિત્રોએ અનુમાનથી એક આંખ વિષે કહ્યું, પણ એ આંખોવાળો મૌન રહો પછી મારક ટ્વેનનો વારો આવ્યો, એણે એક અનાથ દીકરીની કરુણ વાર્તા કહેવાનું શરૂ કર્યું. જાતે પણ રડી પડ્યા અને પેલાની એક આંખમાંથી અશ્રુ ટપકતા જોઇ ‘નકલી આંખ’નો નિર્ણય આપ્યો.
સો પાઉન્ડનું ઇનામ જીત્યા એ પચાસ પાઉન્ડ પેલા નકલી આંખવાળાને પણ આપ્યા.
બીજીનું દુ:ખ જોઇ રડે એક સાચી આંખ.
......”અખંડ આનંદ” ઑકટોબર-નવેમ્બર ૨૦૧૯