આ હથેળીએ ચાંદ
પકડવાની જીદ કરી છે,
વિચારુ છું તારા ચહેરાને એમા સમાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ.
આ આંખોએ સમુદ્રની ગેહરાઈ
જોવાની જીદ કરી છે,
વિચારુ છું તારી આંખોથી આંખો મેળવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ.
આ હોઠોએ ફૂલોનો રસ
પિવાની જીદ કરી છે,
વિચારુ છું તારા હોઠોનો સ્પર્શ કરાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
આ આંગળીઓએ રેશમ
પકડવાની જીદ કરે છે,
વિચારુ છું તારા વાળોને સેહલાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ.
આ હૃદયે કોઈને હમસફર
બનાવવાની જીદ કરી છે,
વિચારુ છું દિલમાં તને સમાવી
તેની આ ઈચ્છા પુરી કરી દઉ.
♡ તમન્ના ♡