Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“અજનબી.. તુમ જાને પહેચાને સે લગતે હો...
યે બડી અજીબ સી બાત હે,
કી નયી નયી મુલાકાત હૈ...
અજનબી..."

ક્યારેક એવું થાય કે કોઈ સાવ અજાણ્યાં માણસને આપણે આપણે પહેલીવાર જ મળતા હોઈએ અને છતાં એવું લાગે જાણે આપણે એને વરસોથી ઓળખીએ છીએ! એની કેટલીક આદતો, ટેવો આપણને ખબર જ હોય કે પછી આપણે જે ધારીએ એવી જ નીકળે! આ નવાઈની વાત નથી!

હું એકવાર એક સ્કૂલમાં ટીચર તરીકે જોડાયેલી, ત્યાંના સ્ટાફની કેટલીક શિક્ષિકાઓને જોઇને મને એવું જ લાગે કે જાણે હું વરસોથી એમને ઓળખું છું. સુરત જેવા શહેરમાં જ્યાં કોઈ મારું સગુ નહતું ત્યાં એ થોડીક બહેનો જાણે મારી બાળપણની સખી હોય એટલી નજીક આવી ગયેલી! એમની સાથે પહેલાં દિવસથી જરાય અજાણ્યાંપણું લાગ્યું જ નહિ...રીસેસમાં સાથે બેસીને નાસ્તો કરતા હોઈએ કે સ્કુલ છૂટ્યા બાદ આગલા દિવસે શું એક્તિવિટી કરાવીશું એનું પ્લાનિંગ કરતાં હોય...ટોટલ મસ્તી, ધમાલ, એકબીજાની ખિંચાઈ ચાલું જ રહેતી...અમારો અવાજ છેક પ્રિન્સિપાલની ઑફિસ સુધી પહોંચી જતો ત્યારે એ આવીને કહેતા પણ ખરાં,
“બચ્ચાઓ નીકળી જાય પછી સ્કૂલમાં અવાજ વધી જાય છે! મોટા બચ્ચાઓ બૌ તોફાની!" અને પછી એ પણ અમારી સાથે જોડાઈ જતાં...અમારાથી વધારે ઉત્સાહી તો એ અમારા પ્રિન્સિપાલ મેડમ હતા!

ઉપરવાળું તો એક નાનકડું ઉદાહરણ આપ્યું...પણ એ સિવાય ઘણી બધી એવી વ્યક્તિ છે જેને પહેલીવાર જોઈને થાય કે, આને તો હું રોજ જોવું છું! એવી વ્યક્તિઓ સાથે મિત્રતા પણ ઝડપથી થઇ જાય. ક્યાંક ક્યાંક આપણા વિચારો સમાન હોય તો ક્યાંક ક્યાંક સાવ અલગ પડી જતાં હોય અને તોય સંબંધોમાં કોઈ ફરક ના પડે..!

યાદ કરી જુઓ તમારા સ્કૂલમાં મળેલા, કોલેજમાં કે ઑફિસમાં મળેલા એ પહેલાં દોસ્તને... કેટલા બધા લોકો હતા આસપાસ, આખો ક્લાસ ભરાયેલો હતો પણ તમને જેની સાથે વાતો કરવાનું મન થયું, જેની સાથે વરસો સુધી દોસ્તી ટકી એ વ્યક્તિ સાથે તમારી દોસ્તી કેમની બંધાયેલી? કેમ એની જ સાથે? અમારા વિચારો સમાન હતા, કે પછી શોખ - આવડત એકસમાન હતી એ તો પાછળથી ખબર પડી...એની પહેલાં એ વ્યક્તિ સાથે જ વાતો ચાલું કેમ કરી હતી..? એ અજાણ્યામાં કંઇક જાણીતું લાગેલું...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
#niyati

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111281400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now