Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મરણ પામો છતાંયે, લાશઘરમાં લાશ તડપે છે,
ધુમાડા ખાઈ-ખાઈને નગરમાં શ્વાસ તડપે છે.

નગરની ગાય કચરો ખાય છે પ્લાસ્ટિકની સાથે,
એની લાચારી જોઈ ખેતરોનું ઘાસ તડપે છે.

હવે ક્યાં કોઈ વન છે કે એને વનવાસ આપીએ ,
પ્રભુ શ્રીરામનું તપ જોઈને વનવાસ તડપે છે.

તમે પીત્ઝા અને પેપ્સીનું કલ્ચર હાથમાં લીધું,
અહીંયા બાજરીનો રોટલો ને છાશ તડપે છે.

થયાં છો શ્હેરમાં દશ બાય દશની ખોલીના માલિક,
ને ગામે ધૂળ ખાતો વૈભવી આવાસ તડપે છે.

જમાનો ઝાંઝવાની હાટડી ખોલીને બેઠો છે,
ચુકાવો દામ તગડા પણ ભીતરની પ્યાસ તડપે છે.

પ્રદૂષણની ધીમી ગોફણ ફરી ગઈ શ્હેરમાં સાગર,
હવે પંખી વગર આંગણ અને આકાશ તડપે છે.
રાકેશ સગર, સાગર, વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111278947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now