આવી છે, તેવી છે, આ વખતની દિવાળી
કેવી છે....!
કરો ને મોજ મૂકી ઝંઝટ બધી,
દિવાળી છે....
ને હોવી જોઈએ એવી જ છે,
આપણે ક્યાં અહમ મુક્યો ક્યારેય
કોરાણે...?
હજુ પણ ખભે પોટલી એવી ને એવી જ છે..
ગમે છે વ્યસ્તતા જ અનહદ,
તોય કહે, દિવાળી હવે ક્યાં પહેલા જેવી છે...
નથી જીવાતું હૈયું ભરીને આ પળોને,
પળોજણો ક્યાં કોઈને દેવી છે..
કરી લઈએ નિજાનંદ મુક્ત થઈ
પછી તો જિંદગી આખી દિવાળી જેવી છે....
Happy Diwali.........