આખી જિંદગી બીજાને ખુશ કરવા માં જ વિતાવી...
આમ કરીશ તો કોઈ આમ બોલશે..
આ બોલીશ તો કોઈ ઊંધું સમજશે..
આ પહેરીશ તો કોઈ કોઈ ને નહીં ગમે...
આમ રહીશ તો કોઈ શુ વિચારશે ?
બીજાને ભાવે તેવી રસોઈ બનાવું....
ના...આ ડ્રેસ ન પહેરાય ..બીજા શુ વિચારશે ?
ના...ફરવા નથી જવું..મહેમાન આવવા ના છે...
અરે...!કોઈ પુરુષ સાથે વાત થોડી થાય ?..
સહુ ખરાબ વિચારશે...
આજ તો મારી ફ્રેન્ડ ને મળવા જવું છે....પણ કેમ જઈશ ?
કૈક કામ આવી જાય ...
બેનપણી ને મળવાની શી જરૂર છે .?
કોઈ સગા સરખું માન આપે કે અપમાન કરે પણ ત્યાં જ જવાનું ..
સગા ન હોય ત્યાં ન જઈએ તો ચાલે...
પોતાના ને ખુશ કરવા માં જીવન વીત્યું...
પણ દરેક ખુશ ન જ એટલે ન જ થયા..
જે ખુશ થયા...મને ઓળખી શક્યા... તે પોતાના ન હતા..
સમય રેતી જેવો....પાણી જેવો...હથેળી માં પકડી ન શકાય...સરકી જ જાય..
પણ હવે......!!
વિચાર્યું છે જે કદાચ ન જ બની શકે...તો યે...
હવે તો મારે સવાર માણવી છે...
કોઈ સાંજે સરિતા ની સાથે તેની જોડે બેસી વાતો કરવી છે...
પર્વત ની લીલીછમ ગોદ સમી ખીણ માં ઉભા રહી ...ઠંડો શીતળ શ્વાસ લેવો છે...
એ જ પર્વત ની ટોચે ઉભા રહી આભ ને બાથ ભરવી છે...
કોઈ ટ્રેન માં લાંબી મુસાફરી કરતા ...કુદરત નો નજારો નિહાળવો છે....
એક પુસ્તક ને હાથ માં રાખી મુસાફરી કરતા કરતા મનભરી ને વાંચવું છે...
ખડખડાટ હસવું છે...
બસ...આમ તેમ ભમવું છે..
"ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા..જંગલ ની કુંજ કુંજ જોવી'તી"....
કેટલીયે દફનાયેલ સપનાને જીવિત કરવા છે..
જીવવું છે મારે માટે...એને માટે જે મને ઓળખે છે...
ખૂબ થાક લાગ્યો છે જીવતા જીવતા...
એવું નથી કે કામ થી થાકી છું !!
થાક તો...
બધાનું ગમતું કરવા માં...
બધાની ફિકર કરવા માં..
સમાજ થી ડરતા રહેવા માં..
છતાં ...અવહેલના...ઉપેક્ષા નો સહન કરવા માં...
પણ લાગે ..!
બસ....બહુ થયું...!
કાલ ની ચિંતા ન કરતા...
ગઈકાલ ને ન વાગોળતા...
આજ ને જીવી લેવી...
આજ ને માણી લેવી...
આજ ને ખુશી થી ભરી લેવી..
(લગભગ દરેક નારી ની મનોવેદના)