મને ફૂલ થી શું મતલબ....
મને ફૂલ થી શું મતલબ છે! હું તો સુવાસ ને ચાહું છુ
ફૂલ તો મુઠ્ઠી માં પકડાય છે, પણ સુવાસ ચારેકોર ફેલાય છે
મને સમાજ થી શું મતલબ છે! હું તો વ્યક્તિ ને ચાહું છુ
સમાજ તો ટોળા નું નામ છે, પણ અસ્તિત્વ વ્યક્તિ નું હોય છે
મને દયા થી શું મતલબ છે! હું તો કરુણા ને જાણું છું
દયા તો પરિસ્થિતિ જન્ય છે, કરુણા તો અસ્તિત્વ જન્ય છે
મને મૂર્તિ થી શું મતલબ છે! હું તો સદગુરુ ને જાણું છું
મૂર્તિ મંદિર સુધી મર્યાદિત છે, પણ સદગુરૂ તત્વ સર્વ્યાપી છે
મને અર્પિત થી શું મતલબ છે! હું તો મને જાણું છું
અર્પિત તો આ શરીર નું નામ છે, હું તો સર્વ્યવ્યાપી છું