#નવા_દુઃખો૩ #સીઝન૪
********************
હું,વાઘ,બીચ અને ચા
દુઃખો વેચવા હું usa માં ફરી રહી છું. એલ.એ. ના એરપોર્ટ થી ટેક્સી કરી. ખૂબ સુંદર રસ્તાઓ, કાચ જેવી પારદર્શક સડકો, ૧૨ લેનના રસ્તા પર ૧૫૦ કી.મી. ની ઝડપે પાણીવેગે સરકતી કતાર બંદ ગાડીઓ..ઊંચી ઊંચી હાઈ રાઈસ બિલ્ડિંગો, ક્યાંય ધૂળ કે કચરા નું નામોનિશાન નહીં, સુંદર એલ.એ. નગરી થી હું મોહિત થઈ રહી હતી.
પણ વાઘ આ બધું મને શાંતિ થી માણવા નથી દઈ રહ્યો. એના વિવિધ પ્રશ્નો ચાલુ છે. સાંતા બાર્બરા અને સાંતા મોનિકા બીચ ગયા. ત્યાં ના ગ્રીન દરિયામાં છબાછબ કરવાની એને મજા પડી. બહાર આવતા એણે પૂછ્યું કે આ બાર્બરા અને મોનિકા કેમ નથી દેખાતા ? મેં માથું ફૂટ્યું, એટલે એને ચા યાદ આવી. ચા પીવડાવો. લો , ત્યાં બધા કોફી કે કોક પીવે,ચા ની વાત જ નહી.જે દેશ માં ટપરી ના હોય , અે દેશ જ નકામો! હવે વાઘ કોફી માં માનતો નથી, એને ચા જ પીવી છે.
ઓહ,એક બકરી બી ભેગી લઇ આવવા જેવવી હતી, તો ચા નો પ્રોબ્લેમ ના રહેત ( વાઘ બકરી ) ! જોયું, જતાં પહેલાં કોઈ અે મને યાદ ના કરાવ્યું ,હવે ચા વગર મારે ને વાઘ ને ઠોકાવા નું થયું અને હું નવેસર થી દુઃખી !