હું કોઈ ની પહેલેથી બનાવેલી પગદંડી પર નહિ ચાલું,
હું કોઈ ના કહેવાથી પરમાત્મા ને નહિ માનું.
હું ઉધાર ના જ્ઞાન મારગ પર નહિ ચાલું
હું કોઈ ના કહેવાથી પરમાત્મા ને નહિ માનું.
હું મારી ભૂલ જાતે કરીશ કોઈ ને માથે નઈ નાખું
હું કોઈ ના કહેવાથી પરમાત્મા ને નહિ માનું.
તને શોધીશ જ્યાં મારું મન કહેશે, કોઈ ના શોધેલા ને નઈ માનું
હું કોઈ ના કહેવાથી પરમાત્મા ને નહિ માનું.
હું જ્યાં સુધી પરમાત્મા ને નઈ જાનું
કોઈ ના માનેલા ને માની ને નઈ માનું,
અર્પિત થોડો મોડો પહોંચસે ,પણ પહોંચસે ખરો
ત્યાં સુધી હું કોઈ ના કહેવાથી પરમાત્મા ને નઈ માનું.