આ મારુ, આ તારુ એમા બીજો એક જન્મ વીતી ગયો એ મન તુ કયારે માનીશ, આજ ચલ તારું શ્રાધ્ધ કરી દઉ
સુખ દુખ, ધર્મ અધર્મ,માન અપમાન આની બહું કરી ચાકરી આજે તો આ બધાં નું ચલ શ્રાધ્ધ કરી દઉ.
પાપ ને છોડું તો પુણ્ય પકડુ ,દુખ છોડી ને સુખ, આજે પુણ્ય અને સુખ નુ પણ ચલ શ્રાધ્ધ કરી દઉ
હે પ્રભુ, તારા હજારો છે સ્વરુપ અને ગુણ પણ આજ તો તારા નિગૃણ નિરાકાર રુપ નું ચલ શ્રાધ્ધ કરી દઉ
કાંઈક તો બાકી રહે છે તારા ચરણોમાં અપિઁત થવા છતાં પણ
તો લાવ ને આજે અપિઁત નું પણ શ્રાધ્ધ કરી દઉ.