Date: Jul 10, 2019
relationship.......
આજ કાલ તો હરેક સંબંધ ને social media પર ની સેલ્ફીઓ દ્વારા તંદુરસ્ત જ બતાવાય છે પણ એ સાચું કેટલા અંશે ??
તંદુરસ્ત સંબંધ માટે એકબીજા પર વિશ્વાસ રાખીએ .આપણે એવી તક જ ના ઉભી કરીએ કે કોઈ જરા પણ સંકોચ કરે આપડા પર વિશ્વાસ કરવા માટે
તંદુરસ્ત સંબંધ માટે ખુલ્લા મને હરેક વિષય પર ચર્ચા થવી જોઈએ જેથી ગેરસમજ ના થાય
એકબીજા ને જેવા છે એવા જ સ્વીકારી લઈએ એને બદલાવની જરૂર નથી . બધા ને આપડા જેવા જ બનાવવા ની જે આ ઈચ્છા છે એના લીધે જ કેટલાય સંબંધો તૂટે છે.
એકબીજા ના ગમાં-અણગમા નું માન રાખીએ
મોબાઈલ ના પાસવર્ડ નહીં બનાવો તો ચાલશે પણ એ પાસવર્ડ એ આસાનીથી ખોલી શકે એવો પારદર્શક પ્રેમ કરો.
કોઈ પણ નિર્ણય ને થોપી ના બેસો પણ સામેવાળા ની ઈચ્છા પણ જાણો
શક્ય હોય એટલો સમય પોતાના પરિવાર ને આપો .
થોડું જાતે અને થોડું જતું કરો.એટલે કે નાના મોટા ઝઘડા તો થતા રહેવાના એના માટે સંબંધ ના તોડી શકાય એટલે વહેલી તકે જાતે જ પોતાના અહંમ ને છોડી sorry કહીને જતું કરવું.
---
Shared using https://www.writediary.com/getapp