આજ વાત કરવી છે જિંદગી વિશે..... થોડાક કંઈક અલગ વિચારો સાથે.....સકારાત્મક ઉર્જા મળે તે માટે.......
મસ્ત આપી છે જિંદગી જો આવડે તને જીવતા, નથી ખુબસુરત કોઈ બીજું જો આવડે તને જિંદગીને માણતા.....
સુ મસ્ત જિંદગી આપી છે ભગવાને અને હું સુ જીવ્યો તેને..... મોજ પડી ગઈ હો તને જીવવાની તો..... આવું તો કોઈ ક્યાર્રેય બોલ્યું જ નહીં..... જિંદગી ને પણ દુઃખ લાગતું હશે.... ક્યારેક તો તેના વિશે વિશે સારુ બોલો.
રોજના રોદડાં રોવાની જ જાણે ટેવ પડી ગઈ છે..... જિંદગી કય લેતી કે આપતી જ નથી..... બધું જ કરે છે આપણી અપેક્ષાઓ..... જે પુરી થવાનું નામ જ નથી લેતી... એક પુરી થઈ નથી કે બીજી તૈયાર જ હોય.... અહીંયા જ તો તકલીફ પડે છે,
આગળ વધવું છે તો કરો ભરપૂર મહેનત...પછી જુઓ... કઈ જિંદગી તેને છીનવી લેવાની..
મહેનત કરવી નથી ને ભગવાન પાસે માગ્યા જ કરવું તે વળી કઈ આપણી રીત ???.... exam આપવા જતી વખતે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હૈ પ્રભુ ! મને બધું જ આવડી જાય આ તે વળી સુ ??....અરે ! પુરેપુરી તૈયારી કરો અને પછી ભગવાનને કહો કે મેં મારું કામ 100% કર્યું... હવે ફળ આપવાની વારી તારી.... અથવા તો તૈયારી બાદ ભગવાન પાસે માંગો કે હૈ પ્રભુ ! મને ટાઈમે બધું યાદ કરાવી દેજે... આ થઈ ને પ્રામાણિકતા.... આપણે તો ત્યાં પણ એટલે કે ભગવાન પાસે પણ ચીટિંગ કરીયે છીએ.... ત્યાં કોઈનું ચાલે ??... ન ચાલે... તે તો આપણા બધાનો બાપ છે... ત્યાં કોઈ ની લાગવગ ચાલતી નથી.. એટલે રુસવત આપવાનું બંધ કરી ને સારા કર્મો કરવા ની જરૂર છે...
ઈશ્વરે જીંદગી આપી છે ત્યારે જ તો અહીંયા અવતાર લીધો છે... બાકી તો કસું હોત જ નહીં.. મનુષ્ય અવતાર આપ્યો... બુધ્ધિ આપી ત્યારે જ બધા પ્રશ્નો છે ને....આમતો પ્રશ્નો છે એમ નહીં.... તેની સામે પ્રશ્નો કરવા ઉભા થયા છીએ...
માણસ એવું પ્રાણી કે તે પોતાને જ સર્વસ્વ માને. બીજા કોઈને નહીં... કોઈને નહીં.. ભગવાને પણ નહીં... આવું બને ??... ન બને.. અશક્ય.. જેને આપણને બનાવ્યા તેને આપણે ક્યારેય બનાવી શકીયે.. ક્યારેય નહીં...
જીવન છે તો સુખ દુઃખ તો આવ્યા કરે એમાં ફરિયાદ સેની ??.. આપ્યું પણ તેને તો લેવાનો અધિકાર પણ તેનો જ હોય ને....
ફૂટપટી વગર એક લીટી પણ સીધી આંકી નથી સકતા.. તો મિત્રો આ તો જીંદગી chhe. કેવીરીતે સીધી ચાલશે??... બધું પહેલા થી જ નક્કી હોય છે..આપણે તો માત્ર નિમિત છીએ.. રંગમંચ પર રોલ ભજવી ને ખરા ટાણે ચાલ્યું જવાનુ..
@ravi gauswami
?
??
♥️ ♥️
♥️? ♥️?♥️
♥️???♥️
♥️?♥️
♥️