દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,
જો હૃદય ના માળીયે જૂની નફરતો છે,
ઉતારી ને ઘર ની બહાર ફેંકી દે,
હાસ્ય ના તોરણ પેક પડ્યા છે,
ખોલી ને દરેક બારણે લગાવી દે,
નિરાશાઓ ના કોઈ ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,
જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,
એ ગરીબ ની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક નવી ચોકલેટ આપી દે,
અને બાજુવાળા ની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,
કલર લાગણી નો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,
દીવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.