Gujarati Quote in Blog by Jayshree Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(આગળ ચાલુ)વિશ્વ માનસિક આરોગ્ય દિવસ....

.
ભાર્ગવ કૂળમા જન્મેલી ઈલા ના માનસિક ને શારિરીક તણાવ ને કારણે ભણેલી તે ભરૂચની ગલીઓમાં ઈલાગાંડી તરીકે ઓળખાતી.નાની ઉમ્મરે હુ બહુ ડરતી પણ મારા ફોઈના કહેવાથી હુ તેને ગાંડી નહિ પણ માનસિક બીમાર ગણતી થઈ ગઈ હતી.ધણીવાર મે તેને સરસ ગુજરાતી કવિતાઓ ગાતા સાંભળી હતી તો ધણીવાર અંગ્રેજીમાં વાર્તાલાપ કરતા...
આજે તો બન્નેાંથી એક પણ હયાત નથી.તેઓના માતા પિતા તેમને ક્યારેય ગાંડાની હોસ્પિટલમાં ન મૂકી આવ્યા.એક લાગણી ના ને લોહીના સબંધો નું ખેંચાણ જ આ કરી સકે ને???
રોહિણી મારા મામાની દીકરી આયુષ્યના જીવન પામતા સજા માટે જ જન્મી હતી.જન્મતા જ મામી ના હાથમાં થી પડી ગઈ ને ૧૮ વર્ષ એ જ યાતના માં જીવન વિતાવ્યું સમજ હતી વ્યક્તિ ઓને એળખવાની ને ઓળખ બતાવવાની આગવી કળા હતી.તોશુ માનસિક
આરોગ્ય ની ત્યારે જાગૃતિ હોત તો તે કદાચ જુદા જ રૂપે અમારી વચ્ચે હોત.
દર્શીવ જન્મતા ડોક્ટર કે નર્સની સામાન્ય ભૂલનો શિકાર પણ કાર્ય પૂર્ણ દરેક ન્યુઝ પેપર વાંચવા,મારા ઘરે આવી મારી રસોઈ વખાણવી..દરેક ટી.વી કાર્યક્રમ જોવા.ધન્ય તેના માતા પિતાને કે સમયવર્તે સમજી ગયા અને તેમના જીવન ના ધણાં પ્રસંગોનો ત્યાગ કરી તેને જ મહત્વ આપી એક માનસિકતા નો શિકાર બનતા બચાવી લીધો.આજે જયારે ફોઈ મસ્ત ?તેની ભાષામાં સમજાવે છે ત્યારે મને મારા ભાઈ ભાભી પર અભિમાન થાય છે
આવું મૂળ મુદ્દા પર કે આ વિશ્વ માનસિક આરોગ્યની જાગૃતિ દિવસ ૧૦ ઓક્ટોબર ૧૯૯૨ થી શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી ના લાંબા સમયે જ્યારે પણ આપઘાત વિષય પર ચર્ચા થાય ત્યારે વિચારૂ છુ દરેક માનવી ની માનસિક નબળાઈ જ તેને પ્રેરે છે..હાર માની આપઘાત કરવા તરફ...બધુ જ ભૂલી તે તેની નબળાઈને હાવી કરી જીવનનો અંત લાવે છે.તેમા હવે જાગૃતિ આવે ...નિરાશાને પટકી જરૂર આશાના એક નવા કિરણને જન્માવે ને સાથ આપે.આ મારા અંતકરણની જ વાત છે...માનસિક જાગૃતિ પછી જ એક નવી વ્યક્તિ જયશ્રી પટેલ નો જન્મ થયો છે.
બને તેટલો માનસિક આરોગ્ય જાગૃતિ નો વિકાસ કરો....પિડીત ને વધુ ન પીડતા એની મનોદશાને ઓળખો.

જયશ્રી પટેલ
૧૦/૧૦/૧૯

Gujarati Blog by Jayshree Patel : 111268552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now