જેના દૂર જવાથી ખાલીપો એ લાગે એવા માણસો મળે છે ખરા..? ક્યાંક જરીક એવો અહેસાસ થાય કે તરત મન આગળ વધવાની ના કહી દે... એ ખાલીપો સહન કરવાની હવે જરાય ઈચ્છા નથી, સૌથી સારું કોઈ એવું હોય જ નહિ જીવનમાં..!
માણસ એકલો આ દુનિયામાં આવે, એકલો જ જાય, એ વચ્ચેના આ ટૂંકાગાળામાં સંબંધોના સમીકરણમાં ઉલઝાતો માણસ બિચારો... અને દૂર ઊભી આપણને બરોબર જાળમાં ફસાવી મુસ્કુરાઈ રહેલી નિયતિ..! આ રમત રમવાનું એ ક્યારે બંધ કરશે??
આજ પાછું કારણ વગર મન ઉદાસ છે... કંઇક લખવાનો પ્રયાસ કરીશ તો પણ આવું જ લખાશે... મારી ઉદાસી તમને સ્પર્શી જાય એ પહેલાં હું વિદાય લઉં...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?