Gujarati Quote in Blog by HARDIK RAVAL

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#happydashera
#ravan

કોઈ સંપૂર્ણ રામ નથીં હોતું
કોઈ સંપૂર્ણ રાવણ નથીં હોતું.

અહીં બધામાં રામ પણ જીવે છે,
અહીં બધામાં રાવણ પણ જીવે છે.

ફર્ક માત્ર દેખાવનો છે. કળિયુગનો રાવણ
એક માથું બતાવે છે, બાકીના નવ માથા છુપાવે છે.

એકની સાથે બીજા નવ માથા બતાવવા
છપ્પનની છાતી જોઈએ, જે રાવણ પાસે હતી.
જે કરવાનું, ખુલ્લે આમ કરવાનું,
બહાર મર્યાદાનું મુખોટું પહેરી,
અંદર-અંદર નહી ફરવાનું.
મુખોટા પહેરવાનું રાવણને ન પોસાય.

બ્રહ્મચર્યના નામની માળા જપતા રહેતાં
ઢોંગીઓને કહેવાનું કે, રાવણ પાસે
સાચું બ્રહ્મચર્ય હતુ.
અશોક વાટીકામાં રૂપ રૂપનાં અંબાર સમી
માં સીતાને રાખીને એ પોતાના મહેલમાં
નિરાંતે સુઈ શક્તો,
શું રાવણ અનંત બ્રહ્મચર્યનો
અધિકારી ન ગણાય ?
શક્તિની સાથે-સાથે સંયમની શીખ
રાવણ પાસેથી લેવી જોઈએ.

ત્રિલોકનાથ હોવાનું ગૌરવ જે જીવનભર
પળતો રહ્યો, એવા રાવણે પરસ્ત્રીનું
ગૌરવ હણાવા ન દીધું.

સીતાજીને પાછા મેળવવાની તાકાત
રામ પાસે હતી, પરંતું સીતાજીને
પવિત્ર રાખવાનું શ્રેય રાવણને આપવું પડે.

સીતાજીનુ હરણ કરવાનું પાપ રાવણના માથે ચડ્યું,
તો પછી સુરપંખાનું નાક કાપવાનું પાપ કોના માથે ?
ભલે રાક્ષસ કુળની હતી,
પણ હતી તો સ્ત્રી જ ને ?!
અને એનો ગુનો કેટલો?
વનવાસી ભાઇઓ ઉપર મોહિત થવાનો ?
કે પછી લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો ?
શુ બહેનના અપમાનનો બદલો લેવાનો
હક રાવણને નહી આપવાનો ?
સુરપંખાના કેસમાં ન્યાયશાસ્ત્રને
અભરાઈએ ચડાવી દેવાનું ?
શુ સ્ત્રી જાતિના માન-સન્માનની વાત
રાક્ષસકુળને લાગુ પડતી નહીં હોય ?

સીતાજી ઉપર મોહિત થઈને રાવણે
તેમનુ હરણ કર્યું એ વાત મને
વ્યાજબી નથીં લાગતી.
રાવણે તો સીતાજીને સ્વયંવરમાં પણ
જોયા હતાં.
ત્યાંથી ઉઠાવી જવાની તાકાત
રાવણમાં ત્યારે પણ હતી.

કદાચ કુળ અને સ્ત્રી મર્યાદાનું ભાન
રાવણને જેટલું હતું એટલું કોઈને નહોતું.

બહેનના અપમાનનો બદલો સીતાજીના
હરણથિ લીધો, અને સીતાજીના શીલનું
પવિત્ર રક્ષણ કરીને રાક્ષસ કુળનું
ગૌરવ જાળવી રાખ્યું.

પોતે જેવા છીએ તેવા દેખાવા માટે
રાવણ બનવું પડે.
અને રાવણ બનવું સહેલું નથીં.

પોતાના
૧. અહંકાર, ૨. સ્વાર્થ, ૩. લંપટતા
૪. છળ, ૫. કપટ, ૬. મોહ
૭. અનીતિ, ૮. અન્યાય અને ૯. અસત્યનાં
મુખોટાને, પોતાના હસતા ભોળા ચહેરાની
પાછળ છુપાવી રાખીને માનવ રૂપમાં
ફરતા રાક્ષસ કરતાં,
પોતાનાં દસેય ચહેરાને દુનિયા સમક્ષ
લઈ ફરનારા રાવણનો જેટલો
મહિમા કરીએ તેટલો ઓછો છે.

Gujarati Blog by HARDIK RAVAL : 111267774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now