આજ મહાઅષ્ટમી. કોલકાતાની દુર્ગા પૂજાનો ત્રીજો અને મહત્વનો દિવસ !
કોલકતાથી દૂર આવ્યા બાદ લાગે છે
કે મારા શરીરનું એક મહત્વનું અંગ છૂટું
પડી ગયું છે. ત્યાંની એક એક પળ, અને
ત્યાંના વાતાવરણની એક એક સુગંધ મારા શ્વાસોશ્વાસ માં વણાઈ ચુકી છે.
ત્યાં હતો ત્યારે પૂજાના આ દિવસોમાં
હું પૂરેપૂરો બંગાળી બની જતો !
શાયદ પૂર્વ જન્મમાં હું કોઈ બંગાળી હોઈશ ! અને એટલે જ મારો દેખાવ, રંગ રૂપ જોઈને લોકો મને બંગાળી જ સમજે છે !
પૂજાના દિવસોમાં લોકો પોતાના દુઃખ દર્દોને ભૂલી ને માત્ર આનંદ લૂંટવામાં જ મગ્ન હોય છે. એક એક પંડાલ જોઈને તેની ખૂબસુરતીનું વિશ્લેષણ માત્ર એક બંગાળી જ કરી શકે ! કયાનું પંડાલ સારું, ક્યાંની પ્રતિમા સારી કે કયા પંડાલનું ડેકોરેશન કે lighting સારી એ માહિતી કાનો કાન દરેક જગ્યાએ ફેલાઈ જતી હોય છે....!
આખી આખી રાત ફરવું, બહારે જ ખાઈ લેવું અને નવા નવા વસ્ત્રો પહેરીને
પાછુ બીજે દિવસે સાંજે ફરવા નીકળી જવું એ એક જાણે નિત્યક્રમ બની જતો હોય છે ત્યારે ! પંડાલોમાં latest હિન્દી ગીતોની સાથે સાથે રવીદ્ર સંગીતના ગીતો અને ચંડી પાઠના સૂત્રો એક સાથે
ગુંજતા હોય છે.
મને પણ પૂજાના આ દિવસોમાં ઉંઘ આવતી નહીં. સુવાથી વાતાવરણની એક એક પળ ચાલી જશે તો ? , ચુકાઈ જશે તો પાછી ક્યારે મળશે ? અને નહી મળે તો ? આ ભય હમેશ સતાવતો હોવાને કારણે હું પણ આ ચાર દિવસોમાં ફરતો રહેતો , ચાલતો રહેતો !...
અત્યારે આ દિવસો ને યાદ કરી કરી ને મારી બચી ગયેલી જિંદગીને વિતાવતો રહું છું !
અમારા કુળદેવી પણ જાણે મારા કોલકાતા પ્રેમની સાક્ષી દેતા હોય તેમ
માઁ કાળી જ છે !!
બસ એક જ ઈચ્છા છે મારો જન્મ જો ફરી થવાનો હોય તો કોલકાતામાં જ
થાય....ત્યાંની ગંગા માટીથી જ મારી ઉત્પત્તિ થઈ છે અને ફરી પાછો ત્યાંજ જન્મ પામું !!
હરસુખ રાયવડેરા "હસુ"
6/10/19