Gujarati Quote in Gandhigiri by Nikunj Patel

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Gandhigiri
વાત કરું મારી ગાંધીગીરી ની તો મને સ્કૂલ માં બધા ઘણાં પરેશાન કરતા હતાં, માથા માં મારતા, બૅગ મારું પ્લેગ્રાઉન્ડ માં ફેંકી દેતાં, સંતાડી દેતાં, મારા નૉટ બુક ના પાનાં ફાડતા & ધમકાવતા તેના કારણે ટીચર ને કહેવાની પણ હિંમત ન થતી.
ઘરે વાત ની ખબર ન પડે એટલે મોઢા પણ સ્માઈલ રાખી ને ફરતો, હૈરાન કરવાવાળા પણ ફ્રેન્ડ જ હતાં, શું એમને ફ્રેન્ડ કહેવાય? ?
એક દિવસ હું સ્કૂલ થી ઘરે આવ્યો એજ રોજ જેવું સ્માઈલ રાખી, બેગ મૂકી મોં ધોઈને ખાવા બેસી ગયો પણ કહેને તમને જાણતાં લોકો ને સ્માઈલ ના પાછળ સંતાયેલી ઉદાસી પણ દેખાઈ આવે, બહેને જોઈ લીધી.
શું થયું?
કાંઈ ની બધું મસ્ત, મને શું થવાનું?
સાચું બોલ,તારી આ નૌટંકી મારી સામે ન ચાલે...
પહેલા કે ઘરમાં કોઈ ને ની કહેશે..
હાં, બોલ હવે
પછી મેં એને બધી વાત કહી...
જો સંભાળ મુશ્કેલી આવાની એતો કન્ફોર્મ છે લાઇફ માં, તું સ્ટ્રોંગ બની સામનો કર..
મારા થી ન મરાઈ એ લોકો ને...
મારવા કોણે કીધું?, મારવા વગર પણ કામ થાય શોધી કાઢ રસ્તો..
તે પછી ખૂબ વિચાર્યું અને મને રસ્તો મળી ગયો
બીજા દિવસે તેમની સામે મારું બૅગ મેં ગ્રાઉન્ડ માં મૂકી આવ્યો & તેમને કીધું બરાબર ને રોજ જેવું,હવે મારો મને..
તેમને મને પાછું માથા માં માર્યું.. આવું હું રોજ કરવા લાગ્યો
પછી છેલ્લે એક દિવસે એવો આવ્યો તેવો એ મારું બૅગ ગ્રાઉન્ડ માંથી લઇ મને આપવા આવ્યા, મને પાછું માથા માં માર્યું અને કહ્યું
પાગલ થઈ ગયો કે શું?આ શું નાટક છે, ચલ હવે સમજાઈ ગયું માફ કરી દે..
પણ શેનાં માટે?
હવે તને ખબર છે શું લેવા માફી માગ્યે છીએ ચલ કાંઈ ની.. હવે સ્કૂલ માં કોઈ હૈરાન કરે તો અમને કહેજે એને ઠીક કરી દઈશુ, આજ થી તું અમારો ફ્રેન્ડ..
ત્યાર પછી આખી સ્કૂલ માં કોઈ હૈરાન નથી કરતું..
બધી વાત નો સમાધાન હિંસા ન હોય.. ?
#ગાંધીગીરી

Gujarati Gandhigiri by Nikunj Patel : 111264153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now