Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આરાધના ત્રીજું નોરતું* લેખ.... 1-10-2019

આરાધના ના ત્રીજા દિવસે પરમ રહસ્યમય સિદ્વચક્રી મા ભગવતી ની અને ગુરુ ની આરાધના નો દિવસ છે...
આજનું ત્રીજું નોરતું શ્રી ચણડખંડા માતાજી નું છે...
" જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે, ઉગ્ર કોપ ને રૌદ્રતાથી યુક્ત છે તથા ચણડખંડા નામથી વિખ્યાત છે, તે દુર્ગા દેવી આપણા સૌ ઉપર કૃપા નો વિસ્તાર કરે "....
આજના દિવસ થી આપણા આચાર અને વિચારો નું આરધના કરવામાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે.... આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે.... આચાર થી વિચારો નું વલણ જાણી શકાય છે અને આપણા આચાર જ આપણને ભક્તિ ના માર્ગ પર આગળ લઈ જાય છે... સમગ્ર જીવ સૃષ્ટિ નું હિત જેમની અમીમય આંખમાં છે એ નવદુર્ગા ને ભજવા માટે આચાર અને વિચારો પવિત્ર હોવા જોઈએ તો દેવી ને પ્રસન્ન થતા વાર નથી લાગતી... સકળ સૃષ્ટિના તમામ જીવો પ્રત્યે મારા પરાયાની ભેદરેખા વગર જેમનું અવિરત વાત્સલ્ય વરસે છે એવા ભગવતી ને ભજવા નવ દિવસ આચાર ને નિયમોમાં રાખો તો બેડો પાર થઈ જાય... આ જીવન સફળ થઈ જાય અને માતાજી ની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય.... તો આવો આપણે સૌ આપણા આચાર ને સંયમમાં રાખીએ....
બોલો નવ દુર્ગા માતાની જય હો....
ભાવના ભટ્ટ અમદાવાદ.......

Gujarati Blog by Bhavna Bhatt : 111264006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now