Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા અંબેની નવરાત્રી ચાલું થઈ ગઇ છે આજ બીજો દિવસ કદાચ પહેલા દિવસે વરસાદે ગરબા રાશ બગાડ્યા હશે પણ આ બીજા દિવસે વરસાદે થોડીક રાહત આપી જરુર..કદાચ અંબેમાતાની ક્રુપા હશે આ નવ દિવસની નવરાત્રી જયારે જયારે આવેછે ત્યારે ત્યારે ઘરે બેઠા બેઠા મને ગરબા રાશના દાંડીયા ને તાળીઓના અવાજો મારુ મન ને દિલ ઘણું હચમચાવી નાખે છે કાશ
આજે તે હોત તો મને તેને ગરબે ઘૂમતી જોઇને મારા દિલમાં ઘણી ઠંડક રહેત..વાત કરુછુ મારી પ્રેમાળ દિકરીની..તેને નવરાત્રી ખુબ જ ગમતી..નવરાત્રી આવતા પહેલા તે ઘરમાં એટલી કુદકા મારીને પ્રેક્ટીસ કરતી કે તે આખું ઘર માથે લઈ લેતી નાની ટેપરેકોર્ડરમાં કંપાસ કેસેટ મુકીને ફિલ્મી ધુન સાથે ઘરની રુમમાં એકલી એકલી પ્રેક્ટીસ કરતી..ના જમવાનું ભાન રહેતું કે ના રાત્રે સુવાનું ભાન રહેતું ને જયારે નવલા નવરાત્રીની રાત આવે તો બાજુના મહોલ્લામાં થતા મોટા ગરબામાં ભાગ લઇને બીજે દિવસે સવારે પાંચ વાગે ગરબામાંથી ઘરે પરત આવતી કારણકે ગામડાઓમાં તો આવા ગરબા સવાર સુધી ધમધમતા હોયછે..તેને ગરબા રમવાનો બહુજ શોખ હતો..દરરોજ વહેલી ગરબે જાય ને સૈથી મોડી ઘરે આવે.
સ્કુલમાં ગરબાની હરીફાઇમાં તે અવશ્ય ભાગ લેતી..ને ઇનામ પણ તે પહેલો નંબર જ લેતી એક વાર તો ઇનામમાં મળેલી નાની ટ્રોફી જીતીને ઘરે આવી હતી એ નાની સ્ટીલમાંથી બનેલી ટ્રોફી એ સમયે એવી ચકચકાટ દેખાતી હતી ને આજ ઘણા વરસો પછી તેની ઉપર ડસ્ટ જામી ગયો છે..તેનો ચળકાટ ઝાંખો પડી ગયો છે કદાચ તેના ના હોવાને લીધે
આજ તેને ગયાને દશ વરસ ઉપર થઈ ગયા..બધાથી દુર..પણ તેનો એક ફોટો હજી પણ તેની યાદ સતત અપાવ્યા કરેછે કે જયારે ગરબાની રાત્રે તે ગરબા ગાવા જતા પહેલા મે તેનો એક ફોટો પાડયો હતો..મરૂન કલરની ચણિયાચોળી પહેરી તૈયાર થઈ હતી..આજે તેના વગર મારા માટે દરેક ગરબાની રાત એક ડંખીલી રાત બનીને આવેછે રોજ તેને ગરબાના અવાજો સાંભળીને ઘડી બેઘડી યાદ કરી લઉ છું કે આજ તુ હોત તો કેટલી મોટી દેખાતી હોત!!!
જીંદગી છે આજે કોઇ છે તો કાલે કોઇ નહી પણ નોરતાની રાતો તો આવતી જ રહેવાની ગરબા પણ થતા જ રહેવાના ને નાના આવતા રહેશે ને મોટા ચાલ્યા જશે એવો જ આ જીવનનો ક્રમ છે.
જય અંબે..મા.

Gujarati Thought by Harshad Patel Pij : 111263955
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now