શાળામાં આજે વેશભૂષા સ્પર્ધાનું આયોજન હતુ, સ્પર્ધાના નિર્ણાયક શિક્ષક સ્પર્ધકોને પોતાના વેશ વિશે પુછી રહ્યા હતાં.
એવામાં, ચમકીલા સફેદ બ્લાઉઝ પર લાલ પોત, ઘાટી લાલીથી રંગેલા હોઠ, કપાળમાં મોટો લાલ ચાંદલો, બંને હાથમાં આઠ આઠ-દસ દસ લીલીકાચ બંગડી તથા રેશમનાં દોરા જેવાં છુટા કાળા કેશ એની કેડથી નીચેનાં ભાગ સુધી લંબાયેલા હતા, તેનું આ રૂપ કામની પત્નિ રતિને પણ શરમાવે તેવું મોહક હતું.
આ વેશ જોઈ શિક્ષક આશ્ચર્ય સાથે પુછે છે,
' બેટા, શેનો વેશ ધારણ કર્યો છે? '
વિધાર્થીની નીચા સ્વરે જવાબ આપે છે,
' ગણીકા !!'
આ સાંભળી ગુસ્સામાં શિક્ષક કે છે, 'તું શું બોલે છે, તેનું ભાન છે તને ? '
ત્યારે વિધાર્થી કહે છે ;
" ભર બજારીયે, ચડી લોક અટારીયે, માણે મારા રંગ,
કહી ગણીકા લજવે મને, દુશ્મન મારે મારા અંગ. "
[અર્થાત્ : જ્યારે હું બજારે જાઉં છું, ત્યારે લોકો મારી આ સોળે કળાએ ખીલતી જુવાની ને માણે છે, અને મારા સુડોળ શરીર અને અંગો ને કારણે તેઓ મને વેશ્યા કહે છે.]