"હસ ને yaar"
કેમ લાગે છે તું ગુમસુંમ ને ચુપ
છોડ ચિંતા, "હસ ને yaar"
જીવન છે તો ચાલ્યા કરશે,
બધું ભૂલી ને, "હસ ને yaar"
તડકા છાયા ચાલ્યા રાખે
હળીમળી ને, "હસ ને yaar"
સાચવજે તન મન ને સરખા,
મહિફિલ માણી "હસ ને yaar
મોંઘો માનવ દેહ મળ્યો છે,
એજ વિચારી "હસ ને yaar"
રડવાના કારણ છે જાજા,
કારણ શોધી "હસ ને yaar"
બીજું કઈ ના મળે તો,
મને જોઈ ને,"હસ ને yaar"