Gujarati Quote in Gandhigiri by Urvi Panchal

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# ગાંધીગીરી

બાપુને કેમ ભૂલાય !



બાપુને કેમ ભૂલાય! તમે જ કહો,

બાપુને કેમ ભૂલાય!



આશ્રમવાસી થયા દેશને કાજે,

સત્ય અહિંસાની સુકાન ... તમે જ કહો..



સ્વચ્છતા કેરા પાઠ ભણાવ્યા,

સ્વાવલંબનનું આપ્યું જ્ઞાન..તમે જ કહો...



દાંડીની કૂચને આકાર આપ્યો,

મીઠાનો કર કર્યો માફ....તમે જ કહો...



અસહકારની ચળવળ કરીને,

વિદેશી ચીજો બહિષ્કાર... તમે જ કહો..



વૈષ્ણવજન તો તેને રે કહીએ ,

ભજન કર્યું આત્મસાત્.....તમે જ કહો..



મહાત્માનું બિરુદ પામ્યા,

રાષ્ટ્રપિતાનું પામ્યા સ્થાન ...તમે જ કહો..

ઉર્વી પંચાલ "ઉરુ"

Gujarati Gandhigiri by Urvi Panchal : 111263690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now