વાસ્તવિકતા
ટાઢ, તડકો ને વળી જો મેધમાઝા હોય છે.
ક્યાં જુઓને લોક બારેમાસ સાજા હોય છે.
રાત થોડી ને વળી જો વેશ ઝાઝા હોય છે.
છે કઠિન મળવું તમારી યાદ તાજા હોય છે.
કોઇને બટકું મળે ને કોઇને ભરપેટ પણ,
ખૂબ થોડાનાં નસીબે ખીર ખાજા હોય છે.
કોઇ મનથી, કોઇ તનથી કોઇ તો જાગીરથી,
ને ઘણા તો નામનાં પણ તોય રાજા હોય છે.
આ વસંતી વાયરો "ઉરુ" શૂળ થૈ ખૂંપે હવે ,
કોઇ મરહમ ના ખપે હર જખ્મ તાજા હોય છે.
-----------ઉર્વી પંચાલ"ઉરુ"