શિક્ષણ શબ્દ નો અર્થ ખૂબ જ વિસ્તૃત છે.એવી દરેક બાબત કે જે સમાજ ને શ્રેષ્ઠતા ની તરફ અગ્રેસર કરે તે ને શિક્ષણ કહી શકાય.એક સમય હતો જ્યારે નાલંદા , તક્ષશિલા , વલભી માં સમાજ શિક્ષીત થતો હતો . ત્યાં તીર બનાવવા થી લઈ ને તીર છોડવાની કળા , વાત કરવાથી લઈ ને યુદ્ધ કરવાની કળા જેવી વિસ્તૃત બાબતો નો સમાવેશ થતો હતો અને તેનો જીવન માં પણ ડગલે ને પગલે ઉપયોગ પણ થતો હતો. વર્તમાનની પદ્ધતિઓ પર નજર કરતા તો એવું લાગે છે કે આ તો ભૂતકાળ કરતા પણ પાછળ છે. અત્યાર ના શૈક્ષણિક માપદંડો એવી શ્રેષ્ઠતા ચકાસે છે કે જેનો જીવન જીવવાની કળા સાથે કોઈ સંબંધ નથી.શિક્ષણ દ્વારા માનવી એ તેની અંદર ની શક્તિઓ નો વિકાસ કરવાનો હોય છે.જ્યારે આજે તો શાળાઓ માં એક જ શક્તિ નો વિકાસ થાય છે અને એ છે "ગોખવાની" શક્તિ.બાલમંદિર માં જતું બાળક શાળા ના દરવાજા આગળ રડે છે કેમ? એ અજાણતા જ સંદેશો આપી રહ્યું હોય છે કે આ શૈક્ષિણીક વ્યવસ્થા થી મારા જીવન માં અવ્યવસ્થા સર્જાવાની છે.વૈદિક કાળ માં ગુરુ શિષ્ય પરંપરા હતી.જીવનમાં અદા કરવાની થતી તમામ ભૂમિકાઓ કેવી રીતે પાર પાડવી તે શીખવવામાં આવતું. રાજા અને રંક ના બાળકો સમાન રીતે ભણતા.અંતે સમાજ અને રાષ્ટ્ર ને એક સારો નાગરિક મળતો.શિક્ષણ વ્યવસ્થા એ દેશ ની આવનારી પેઢી નું નિર્માણ કરતી હોય છે તેનાથી દેશ નું ભવિષ્ય બનતું પણ હોય છે અને બગડતું પણ હોય છે.આપણે આવનારી પેઢી માટે સારા ભવિષ્ય નું નિર્માણ કદાચ ન કરી શકીએ પણ ભવિષ્ય માટે સારી આવનારી પેઢીનું નિર્માણ તો ચોક્કસ કરી શકીએ.