પ્રેમ કોને કહેવાય?
આને —
બિકાનેરના રાજવી પૃથ્વીરાજસિંહ રાઠોડના પત્ની લેલાદેવીનું અવસાન થયું. પૃથ્વીરાજસિંહે સ્મશાનમાં અગ્નિ વડે ભડભડ બળતો લેલાદેવીનો દેહ જોયો અને એ જ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે,
મેં દેખો, તે ઝારીયો મેરી લેલાદે કેરો અંગ;
અબ તેરા રાંધ્યા ન જમા, ફટ રે ગોઝારા અગન!
એટલે કે, "હે અગ્નિ! હું જોતો હતો ને તે મારી લીલાદેવીનો દેહ બાળી નાખ્યો? જા, હવે આજથી તારાથી પકાવેલું ભોજન મને હરામ છે!"
અને પૃથ્વીરાજસિંહે જિંદગીભર કાચું જ ખાધું!
જય ભૂતનાથ