Gujarati Quote in Poem by Jayshree Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની કળી
ખીલી ડાળી પર
એક ઝાકળ બિંદુ
સ્પર્શ્યું ને મુગ્ધા
સમ લાલી પસરી
કર થરથર્યાને થયો
રણકાર દિલ ચૂક્યું
થડકારોને અધરે..
મરકીને લજ્જાની
ફરકી ગઈ છાંઈ ..
ચૂંદડી બની બાંધણી
લહેરખી એ ઉડાડી..
છેડાગાંઠણ છૂટી..
શરમના શેરડા એ,
લોચન ઝૂક્યા ને..
થયો પ્રથમ પ્રેમનો,
એકરાર યૌવન ન
રહ્યું છુપાય ને તે તો
ચહેરાએ ખાંધી ચાડી,
નજર સૌની લાગીને..
પ્રેમ થયો વિદાઈ ને
પડ્યા વરસો સુધી...
જુદાને અંતરના તો
થઈ ગયા પારખા,
મળ્યા મેળ ન મળ્યા..
અંતર ખૂલ્યા ભેદ..!
સ્પર્શી ફરી ઝાકળ
પણ કળી ક્ષણમાં
પાંદડીઓ માં દિશે
ફૂલ થઈ ડર્યું એ તો
મુરઝાવાના વિરહે..
ઝાકળ સરી ગયું
મળ્યું માટી માહે ને
ગયું તે ખોવાઈ..!

જયશ્રી પટેલ
૬/૪/૧૮

Gujarati Poem by Jayshree Patel : 111258381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now