લોકો પૂછે છે પાતળો થઈ ગયો છે,
પણ આજ મને જ મારો જ ભાર લાગે છે,
લોકો પૂછે છે કેમ છો..?મજામાં ને,
પણ મને મારી જ તબિયત ખરાબ લાગે છે,
બોલવા માટે છે હજારો શબ્દો મારી પાસે,
પણ આજ ચૂપ રહેવામાં જ સારું લાગે છે,
નયનરમ્ય દ્રશ્ય છે આંખ સમોવડું,
પણ આંખ બંધ રાખવામાં જ સારું લાગે છે,
વીતેલી ક્ષણ ના ઘણાંય છે શમણાં
પણ હવે ભૂલી જવું સારું લાગે છે,
જીંદગીએ ઘણું શીખવ્યું છે અને ઘણું શીખવશે
પણ હવે નથી થતું શીખવાનું મન
કારણ કે આજ મને જ મારો ભાર લાગે છે..