ગઠબંધન
ખુરસી અને દૌલત માટે માનવ થઈ ગયો છે પાગલ
વણવિચરીએ, ખોટે રસ્તે વધી રહ્યો છે આંધળો થઈ ને આગળ.
ખોટા કર્મ કર્યે જાય છે; પંપાળે છે પોતાનો અહંકાર;
આં બધું કરવામાં, ખોઈ દે છે એ સ્વ નો સંતોષ અને મન નો કરાર.
તો પણ વધારીએ જાય છે એ એના પોતાનાં પાપ ના પોટલાં.
તબીયત એની લથડી જાય છે; રહી જાય છે, જેવાં ઇંડા વિનાના કોટલાં.
માયાજાળ માં લપેટાયેલા માનવી ને દલદલમાં ડૂબતાં લાગતી નથી વાર
દાનવનો જોરદાર અને કઠોર હોય છે આં માનવઓ પર પ્રહાર.
દાતા, સદા બચાવજે અમને આં દાનવના પ્રહારથી, થાય ન અમારું પતન.
માંગુ એટલું, બસ કરી લે અમારી સાથે, એક અતૂટ ગઠબંધન.
Armin Dutia Motashaw