તું એટલે હૃદય પર કાયમ માટે
ઘુંટાય ગયેલું એક નામ..
તું એટલે સગા સંબંધી ની ભીડ
વરચે અચાનક આવી જતી એક યાદ..
તું એટલે સતત અંતરમન ને ભીંજવતુ
રાખતું એક લાગણી નું ઝરણું...
તું એટલે ઢળતી સાંજે મારી આંખો
માં ઉભરાતો એક ઈન્તજાર ...
તું એટલે વર્ષો થી સાચવી રાખેલો
એક લાગણીભીનો કાગળ..
તું એટલે પીડા છતાં શુકુન દેતો
એક ન રુઝાયેલો ધાવ..
#pooji