Gujarati Quote in Religious by Haresh Shah

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દસ દિવસ અગાઉ જેને
ઘરે લાવી
જેની સ્થાપના કરી

સતત દસ દિવસ,
દિવસ રાત
જેની પૂજા કરો
જેને હર ઘડી યાદ કરો
જેને ખરા હૃદયથી ચાહો
ક્ષણે ક્ષણે જેના ગુણગાન ગાતા ન થાકો

આ ગણરાયનું આવવું અને
પાછું જવું
જીવનનો એક પાઠ ભણાવી જાય છે

જેનો જન્મ, એનું મૃત્યુ
જેનો ઉદય, એનો અસ્ત
જેનું ખીલવું, એનું કરમાવું
જેનું ઉગવું, એનું ખરવું
જેની સ્થાપના, એનું વિસર્જન

દસ દિવસમાં
એ મંગલમૂર્તિની
પૂજા, અર્ચના, ભક્તિ કરતા કરતા
એમને ઘરનો એક સભ્ય માનવા લાગવું
એમનો સવારનો પાટ
બપોરનો થાળ
સંજની ભકિત
રાતનો રસથાળ

દસ દિવસમાં
માયા, મોહ, મમતા દરેક રંગમાં
સહજ બંધાઈ જવું

અને છેલ્લે આજે ફરી
વાજતે ગાજતે
એમને ફરી આવવાની વિનંતી સાથે
સઘળા બંધન ભૂલી
પોતાના હાથે
ભીની આંખે
ધીરે ધીરે
પાણીમાં ગરક થતાં જોતા રહેવું

જે જઇ રહયું છે
એ પાછું આવશે,
અન્ય કોઈ રૂપમાં, અન્ય કોઈ વેશમાં
એ આશા, એ શમણાં સાથે
સંસારના આ
સ્થાપના અને વિસર્જનના સૂત્રને,
જે છે એની ક્ષણભંગુરતાને
સમજો, સ્વીકારો અને પચાવો

અસ્તુ

Gujarati Religious by Haresh Shah : 111253608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now