એકવાર આગિયાએ સૂરજને પડકાર દીધો.
તેજ મારું તારાથી વધારે એવો દાવો કીધો.
સાવ નજીક માનવજાતની ધરામાં વસનાર,
મારાં તેજને સૌ વખાણે શું તું મને પહોંચનાર ?
કાળીરાત્રે પણ હું પ્રકાશું નથી કોઈ હારોહાર!
ઠેરઠેર હું તેજ પ્રસારું મળે બધે મને આવકાર.
સાંભળીને સૂરજ હસીહસીને થયો લોટપોટ,
શું ગજું છે તારું મારી હાજરીમાં તારી ખોટ.
નથી કરવો વાદવિવાદ એ સમાન સાથે શોભે,
વાત થઈ એવી કે જાણે નેવાંનાં પાણી મોભે .
રાજા રાતનો તું અજવાળાં રાતે જ કરનારો,
હું તો ધોળે દિ' એ પ્રકાશી સૌને જીવાડનારો.
જોઈ લે ઔકાત તારીને પછી જ કરજે વાત,
આવ નજીક જો મારી પાસે સરાહું તારી નાત.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.