વિષ્ણુ પુરાણ અનુસાર રાતે ભૂલથી પણ ન કરવા જોઇએ આ 5 કામ, નહીંતર…
દુનિયાભરમાં પુરાણોમાં ઘણી એવી વાતો લખી છે જે વ્યક્તિ તેમના જીવનમાં ઉતારી લે તો તેનું કલ્યાણ થઇ શકે છે. એવામાં માનવ જીવનમાં સુખ અને શાંતિ બની રહે તેના માટે પુરાણો અને શાસ્ત્રોમાં અનેક નિયમ જણાવવામાં આવ્યા છે આજે અમે તમને વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવેલા ગૃહસ્થ સંબંધી નિયમો અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને સફળ બનાવી શકે છે. આવો જાણીએ.
ચાર રસ્તા પર ન જાઓ
કહેવાય છે રાતના સમયે ચાર રસ્તાઓથી દૂર રહેવું જોઇએ કારણકે રાતના સમયે જ નકારાત્મક શક્તિઓની ઉર્જા તેજ થઇ જાય છે અને જો કોઇ પવિત્ર આત્મા ચાર રસ્તા પર વિચરણ થાય છે તો નકારાત્મક શક્તિઓ તેની તરફ આકર્ષિત થઇ શકે છે.
સ્મશાનમાં ન જાઓ
કહેવાય છે કે હંમેશાથી સ્મશાનમાં નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે અને તેની ખરાબ અસર સ્વાસ્થ્ય અને મન બન્ને પર થઇ શકે છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં શબમાંથી નીકળનારો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે તેની સાથે ધ્યાન રહે કે સ્મશાનથછી આવ્યા બાદ સ્નાન કરવું ખૂબ જરૂરી છે.
ખરાબ ચરિત્રના લોકોથી દૂર રહો
કહેવાય છે કે ખરાબ લોકોથી જેટલા દૂર રહીશુ એટવું જ સારુ માનવામાં આવે છે. કારણકે આ લોકોના કાર્ય હંમેશા અધાર્મિક માનવામાં આવે છે.
ખુલ્લા વાળ
કહેવામાં આવે છે જે મહિલાઓ રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સૂઇ જાય છે તેમની તરફ નકારાત્મક શક્તિઓ વધારે આકર્ષિત થાય છે અને તે નકારાત્મક શક્તિઓ તન અને મન બન્ને પર સારો પ્રભાવ કરતી નથી.
અત્તર
અત્તરની સુંગંધથી ખરાબ શક્તિઓ જલદી આકર્ષિત થાય છે અને જે લોકો અત્તર કે ડિયો લગાવીને સૂઇ જાય છે તો નકારાત્મક શક્તિઓ તેમની નજીક જાય છે આ કારણથી રાતે સ્નાન કર્યા બાદ ભગવાનનું નામ લઇને સૂવું જોઇએ.