મારુ બાળપણ..
બાળપણ માં એ બોલ-બેટ રમવા માટે 2 રૂપિયા નો પ્લાસ્ટિક નો બોલ લાવા માટે જે પૈસા ભેગા કરતા એ સંપ આજે ક્યાં જોવા મળે છે...
છે 1000 બોલ આવે એટલા પૈસા પણ આજે એકબીજા ની સંગ એ બોલ બેટ રમવાનો સમય આજે ક્યાં જોવા મળે છે..
બાળપણ માં એ સિંગલ હિંચકા પર બેસવા માટે ભાઈ બહેનો માં થતા ઝગડા..અને પછી બધું ભૂલી ને સાથે જમતા એ પ્રેમ ભાવ આજે ક્યાં જોવા મળે છે..
છે આજે મોટો હિંચકો પણ એ હિંચકા પર સાથે બેસી ને સુખ દુઃખ ની વાતો કરવાનો સમય આજે ક્યાં કોઈની પાસે હોય છે..
એ 50 પૈસા ની ચોકલેટ સાથે મળી ને ખાવાની ખુશી હતી એ ખુશી આજે 500 રૂપિયા ના પીઝ્ઝા ખઈને પણ ક્યાં મળે છે...
વેકેશન માં બધા એક જ ઘરમાં ભેગા થઈને કેરમ , નવો વ્યાપાર , સાપ-સીડી રમતા ને ખૂબ જગડતા..આજે વેકેશન માં ભેગા મળવા નો સમય પણ ક્યાં કોઈની પાસે રહ્યો છે..
સંતાકૂકડી ને દોડ પકડ રમી ને જે ખુશી મળતી હતી એ ખુશી આજે વોટ્સએપ ને ફેસબૂક નું લાસ્ટ સીન હાઇડ કરીને પણ ક્યાં મળે છે...
એ એકબીજા માટે ની નિઃસ્વાર્થ લાગણીઓ અને નિર્દોષ જગડાઓ ને ઝગડા પછી નું વ્હાલ , આજના સ્વાર્થી બની ગયેલા સબંધો ને ઈગો થી ભરેલા જગડાઓ માં ક્યાં જડે છે?
બાળપણ ની એ કોઈ પણ ચિંતા વગર ની દોડધામ આખા દિવસ માટી માં રમી ને નીકળતો દિવસ..આજે તો બસ વ્યસ્ત દિનચર્યા માં જ દિવસ આખો રાત્રી ના અંધકાર માં થંભે છે..
સાઇકલ પર 3 સવારી મિત્રો ની સંગ વરસતા વરસાદ માં રખડવા ની મજા , આજે ગાડી માં પણ એ ખુશી ક્યાં જડે છે..
બાળપણ ના એ અઢળક જગડાઓ પછી પણ સાચવતા સબંધો આજે આ દુનિયા માં ક્યાં જડે છે..
સમી સાંજ માં એકાંત માં એ મારું બાળપણ યાદ કરી ને જ આ ચેહરા ને સ્માઈલ જડે છે..
-Vish...