મારા સ્વજન એવા દિવ્યેશ ઉપલેટી ની રચના.. ઉત્સવ નામે એક નરી વાસ્તવિકતા
ધરમનો મરમ સમજાવી ગયુ બાપ્પા.
લ્યો વધું એક વર્ષ આવી ગયુ બાપ્પા.
વક્રતુંડ મહાકાય તો વિસરાય ગયુ છે,
વાક્કા વાક્કા ધુમ મચાવી ગયુ બાપ્પા ?
રિદ્ધિ સિદ્ધિનાં વ્હાલા છતાં મજબુર !
તમને'ય કોઈ લલચાવી ગયુ બાપ્પા ?
ગરીબ હજુ ભૂખ્યો ને તમને લાડવા,
આમાં કોણ કોને નચાવી ગયુ બાપ્પા ?
બીજુ તો બધું ઠીક છે એ તો કહો,
દારૂડિયાઓ વચ્ચે ફાવી ગયુ બાપ્પા ?