Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Forwarded

વાંચો *હૃદયસ્પર્શી* વાર્તા  ‘ *બે* *કપ* *ચા* ’

ભાગ-3


. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.

“ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો?? આટલામાં દૂધ ક્યાંથી મળશે??”

“તે એક દિવસ દૂધ નહિ મળે તો છોકરો કાઈ મરી નહિ જાય!! આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈને નજીકના શેરમાંથી દૂધ લઇ આવે..પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જાશે એટલે કાલ સવારે એ દૂધ લઇ આવશે. આ તો તમે માંગી ચા એટલે બનાવી દીધી” પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કાઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો!!

“ અમે ડોકટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા? ”

“ એ અંદર છે આવો” સ્ત્રી બોલી અને બને ડોકટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઇ ગઈ હતી. ચુલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી. જેમાં તેમના માટે આદુ અને તુલસી વાળી ચા બની હતી. એક ભાંગલા તૂટલાં ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એ દર્દીના માથે હાથ ફેરવ્યો!! આખું માથું અને શરીર ધગી રહ્યું હતું. પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઇ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો.

“બહેન આ ટેબ્લેટસ થી કદાચ તાવ નહિ ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ તું અહી બેસ આ બહેન પાસે” કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અર્ધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો.સાથે દુધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યાં અને બોટલ શરુ કરી. દુધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડોકટરની સામે હાથ જોડ્યા!! પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ ને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી. અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર!! વરસાદ રોકાઈ ગયો હતો. થોડીવાર પછી નેહલ બોલી.

“આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો બે કપ ચા પીને ધરાઈ ગઈ છું.”

“મને પણ ભૂખ નથી. આવી ચા જીંદગીમાં ક્યારેય પીધી નથી” સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી.

ત્રણ દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યાં હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઉભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડા લાવ્યા હતા. સાથે દુધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઇ ગયો હતો. બને ખુબજ ભાવુક થઇ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એક વાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં...

(ક્રમશઃ) 

Gujarati Story by Bhavesh : 111247988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now