*ક્ષણ છોડીને સદીમાં શોધું છું*
*ખોવાયેલી નાવ નદીમાં શોધું છું!*
*છે બધું છતાં કેમ ખૂટે છે કશુ?*
*સુખના કારણો અતીતમાં શોધું છું !*
*સમાયું બધુંએ શૂન્યમાં, જાણું છું*,
*તો'ય જુઓ ને બધું અતિમાં શોધું છું!*
*ભટક્યા કરે છે મન આદતને વશ*,
*તેનાં બહાના સપ્તપદીમાં શોધું છું!*
*હશે ચોક્કસ કારણો મારા જ, છતાં*
*કારણો વિફળતાના નિયતિમાં શોધું છું!*
*થવાય જો સ્થિર તો તે સહજ મળે*
*ટેવ વશ લક્ષ્ય હું ગતિમાં શોધું છું!*
*છું કેટલો સ્વાર્થી હું પણ જો ને*,
*ઈશ્વરને પણ હું આપત્તિમાં શોધું છું!*