ભાગ: ૧૦
મૃદાને આવેલી જોય ષોડશીની આંખમાંથી આંસુ વહી ગયા,તે ભેટી પડી ને બધુ દુખ આંસુમાં વહેવડાવી દીધું .રાહત થયા પછી તે શાંત પડી.અત: થી ઈતી વર્ણવી દીધું ને પોતાનો નિર્ણય પણજણાવ્યો.જાણતી હતી કેશુકાકા ને નાનપણ થી ઓળખતી હતી.તે તેમને ત્યાં કદી જ નહિ લઈ જાય.તેઓ તેને દીકરીની જેમ ચાહતા હતા,પણ કાકી અને સમાજના પ્રશ્નો થી,આંખોથી ડરતા પણ હતા. મૃદાએ પૂછ્યું ,ષોડશી તારે પણ અનેક પ્રશ્નો ને ટીકાઓનો સામનો કરવો જ પડશે.હસમુખકાકાએ પણ..!
એક કડવાશ ને મીઠાસના મિશ્રણ હાસ્ય સાથે તેણીએ જવાબ આપ્યો કે શુ કરશે સમાજ?કાઢી તો નહિ મૂકે,મારી તો નહિ નાંખે..? મને મારા પપ્પા પર ભરોસો છે,તેમના ત્યાગ પર અભિમાન છે..સાચી મિત્રતા નિભાવનાર તે મારા સાચા હિરો સાચા કૃષ્ણ છે.
બહુ જ ટીકાઓ વચ્ચે પિતા પુત્રી એ પોતાના પગ અડગ ઉભા જ રાખ્યા,ન ઝૂક્યા ન શરમાયા ને આખરે ખોખલો સમાજ હારીને ચુપ થઈ ગયો.ષોડશી ને મૃદા માળવામા દસમા ધોરણમાં પહેલાને બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થયા.મૃદા આગળનો અભ્યાસ કરવા શહેરમાં ગઈ બન્ને સખીઓ નિયમિત ફોનથી ઈનટરનેટ થી સંપર્ક મા રહેતી.ષોડશી પપ્પાની મંજૂરી થી આગળ અભ્યાસ કરવા લંડન ગઈ.શોભન સાચા મિત્ર રૂપે હસમુખકાકાની તબિયતપાણી ને ધણી રીતે મદદરૂપ થતોને માળવામાંથી જ ભણી ને સારો વૈજ્ઞાનિક બન્યો.ભારત સરકારે તેને આગળ ભણવા શિક્ષણવૃત્તિ
આપી .તે પણ ગામ છોડી ગયો.હસમુખભાઈ ઘરમકરમ મા પડી ગયા પણ એકલતા તેમને હવે સતાવતી.જોતજોતામાં છ વરસના વહાણા વાયા.
એક દિવસ એક પત્ર પરબિડ્યા રૂપે હસમુખભાઈને ત્યાં ટપાલી આપી ગયો.પરબિડિયા પર મોકલનાર કોઈ સ્ત્રી હતી નામ હતું .શૈલજા.એસ.ત્રિપાઠી શાહ. હસમુખભાઈ એક્ તો ધણાં વરસ પછી આવેલો પત્ર અને અજાણ્યા અક્ષર જોઈ વિચારમાં પડી ગયા.પત્ર ખોલતાજ એક ફોટોને
એક આમત્રંણ પત્રિકા નિકળી પડી.સાથે એક નાનો પત્ર હતો.