કોઈ તો કહો સાગર અને સરિતામાં ફર્ક કેટલો?
એક દીવાની મલિન થઈ ,
પાષાણ પરથી પછડાઈ,
મુકેછે દોટ પ્રિત ને પામવા બસ તેટલો?
એક જુએ છે વાટ,
ફેલાવીને હાથ,
ભરે છે જે પ્રેમનાં જ શ્વાસ,
પ્રત્યેક લેહરે પખાળે પ્રીતિ ના પાદ બસ છે એક્લો.
કોઈ તો કહો કે સાગર અને સરીતા માં ફર્ક કેટલો?
પલક પારેખ.
ગાંધીનગર.